Wednesday, 9 November 2016

ગીત

મુખવાસ        

સુંગધી સોપારી અને મીઠી છે વરિયાળી
સૈવર્ધન છે સોપારીને લીલી વરિયાળી
           આ બંને તો પાનની ઠકરાણી

સૂકો સૂકો પણ લાલ કાથોને સફેદ ચૂનો
ખૂબ બલાળીને ડબલે રાક્યો છે જૂનો
પાનનાં શોખીનૌની વાત નહિ અજાણી

લવીંગ એલચી વગર પાન સદાય અધૂરાં
પાન સંગાથે મહેકે જીવડા પૂરે પૂરા
આતો સ્વાદ માં કરે અનેરો ચટાકો
                   સુગંધી છે સેપોરીને...

કલક-તી, મઘાઇ ને બનારસી વાળું
મુખના ચટકામાં પાનની રંગત ભાળું
જમ્યાની  સુખદ સુખદ પળને બહુ જાણી....
                                                બીના શાહ.
                                             

No comments:

Post a Comment