Wednesday, 9 November 2016

ગઝલ

હઝલ.....

લાગતી જો ટાઢ તો ભૈ  તાપણું  કર !
કકળતી જો  દાઢ તો  ભૈ તાપણું  કર !

એક  અફવા  લાવ શોધી  ચટપટી શી ,
સાથ  મૂકી આઢ  તો  ભૈ  તાપણું  કર!

છે  બહાદૂરી  કથાઓ  નામ તારે,
ધ્રુજતા  જો ગાઢ તો  ભૈ  તાપણું  કર !

  નોટ  કડકડતી છુપાવી  છે  દબાવી ,
બ્હાર નોટો  કાઢ  તો  ભૈ તાપણું  કર !

દાઝ હૈયાથી ભલા  છે હાથ  બાળ્યા ,
બોલ માથા વાઢ તો  ભૈ તાપણું  કર !
'દાજી'

No comments:

Post a Comment