Sunday, 11 December 2016

ગઝલ

એક તાજા ગઝલ :-

ઓ પ્રભુજી ! આપનો જે દાસ છે;
એનું જીવન કેમ ભાઈ ત્રાસ છે ?

પ્રેમ મારો આંધળો છે એટલે;
આપના પર આંધળો વિશ્વાસ છે.

તું જશે તો તૂટશે એ ખોટું છે;
દિલ છે, થોડો તારા ઘરનો ગ્લાસ છે.

બાઈકોની સ્પીડ જોઈ થાય છે;
જિંદગી તો કેવી ફાસંફાસ છે ?

પ્રેમ,વિરહ,વેદના ને ડૂસકા;
છોડને ભઈ આ બધી ડંફાસ છે.

રવિ દવે 'પ્રત્યક્ષ'

No comments:

Post a Comment