Sunday, 11 December 2016

ગઝલ

પ્યાલો પ્રેમનો સજન સંગ પીધો
લ્હાવો હુંફનો મેં અદ્દ્ભૂત લીધો
સાંજની સુંદર મલપતી વેળા
અઢળક સ્નેહ મેં ભર ભર પીધો
યમુના રાધા ગોપી સંગ સંગ
અંગ અંગ પર શ્યામ છવાયો
પ્યાલો પ્રેમરસ સજન સંગ પીધો

જામ અલૌકિક પાયો ઉમંગે
ઘૂંટ ભર્યો ત્યાં હું શ્યામ સમીપે
મારા તારાનો ભેદ ના રહીયો
શ્યામ સંગ મન એકરૂપ સાધો
તુલસીવન વ્રુંદાવન છાયો
ચિત્ત મન સબ શ્યામ સમાયો
પ્યાલો પ્રેમરસ સજન સંગ પીધો

શ્વાસની સરગમ સુરોમાં સજાવી
પ્રેમરસની જે મહેફિલ માંડી
આંખ શુ આંખ ને હ્રદય શુ હ્રદયથી
અણકથ આનંદનો લ્હાવો મેં લીધો
અંતર મનમાં ઉદધિ ઉછળતો
તન મન ઉમંગ હરીરસ સવાયો
પ્યાલો પ્રેમરસ સજન સંગ પીધો ..

સરલા સુતરિયા

No comments:

Post a Comment