અણમોલ અશ્રુ મોતી બની પાંપણે થીજે
સોહાગી સ્વપ્નું સ્મૃતિ બની તાંતણેે થીજે.
ખળભળતુ દર્દ નીર ઉલેચીને ભીતરે
ખારું એ મોજું રેતી બની આંગણે થીજે.
ફાડીને પ્હાડ ચીસ થઈ વ્હેતું શિખરે,
નિર્ભિત વ્હેળુ ભીતિ બની શ્રાવણે થીજે.
પથ્થરને કોતરીને બને શિલ્પ મંદિરે,
પારેવું દિલનું મૂર્તિ બની ટાંકણે થીજે..
વંટોળ,ધૂળ, રેત ,"તૃષા" છળતું ઝાંઝવું,
તરફડતું મૃગલું તૃપ્તિ બની આ રણે થીજે.
પૂર્ણિમા ભટ્ટ "તૃષા"
No comments:
Post a Comment