ક્યાં સુધી મારે હવે તારા વિચારે ચાલવાનું ,દોડવાનું.
એક તારી જીદમાં આજે તને કૈ તાંકવાનું ,છોડવાનું !
ભાગ છું હું પણ રચિયતાની જ કોઈ ભૂલથી થૈ એક રચના,
છોડ એ વીત્યા સમયની ગાંઠ ખોલી તોડવાનું, જોડવાનું.
આંખમાં તારી હવે મેં પ્રેમની આશા નવી નક્કોર ભાળી,
ચાલુ છે તારું હજુ મારા વિષયમાં વાટવાનુ, ખાંડવાનું.
શક્ય છે થૈ જાઉં કાયમ દૂર, લૈ બેસું અબોલા અંતમાં હું,
ગાંડપણ છોડી મળી લે બંધ કર આ રોકવાનું,ટોકવાનું.
થાકવા લાગી વિનંતીઓ હવે પગમાં પડીને ધૂળ ખાતી,
તું લઈને જા હૃદય મૂકી જ દેજે ચાહવાનું ,પોષવાનું.
"શગ"(સ્પર્ધામાં મુકેલ મારી રચના)
No comments:
Post a Comment