Tuesday, 20 December 2016

ગઝલ

* સ્પર્ધામાં મૂકાયેલી મારી ગઝલ *

કોઈ પણ સંબંધમાં ન થાય એ વ્યવહાર છું,
હું હર્ષોલ્લાસ વગરનો તહેવાર છું.

શું કરશો તમે મને નાજુકતાથી સાચવીને ?
હું ર્દુગંધ મારતો ફૂલોનો હાર છું .

સાથે હોઈશ છતાં પણ મુસીબતની વેળાએ કામ નહીં આવું,
હું હથિયારની કટાઈ ગયેલી ધાર છું.

જેણે પણ મૂક્યો મારા પર વિશ્વાસ એ મેં અચૂક તોડ્યો,
હું ધોખો આપવામાં દિલદાર છું.

ના પાડું છું છતાંય કેમ કરો છો દોસ્તી કે પ્રેમ ?
હું બેવફાઈનો લંગોટીયો યાર છું.

મળશે તમને મારા તરફથી ફક્ત દુ:ખ અને દર્દ,
હું પીડાઓનો વારસદાર છું.

ખુશીઓ ઈચ્છતા હો તો મારાથી અડગા રહેજો,
હું ગમોનો સંસાર છું.

મળે "મુંજ"ને મોત આ જ પળે તો સારું,
હું દુનિયા પરનો વધી ગયેલો ભાર છું.

અક્ષય જોશી 'મુંજ'

No comments:

Post a Comment