Saturday, 24 December 2016

गझल

મિત્ર થઇ અલગ મારું કૈ પ્રમાણ તો આપો.
શેરમાં વજન માટે બે વખાણ તો આપો.

ક્યાં અધિક માંગ્યું છે આ સજી મહેફિલમાં,
સ્હેજ હોઠ મરકાવી તસુ લખાણ તો આપો.

જોઈને તને સામે થઇ અનેક ભૂલો જ્યાં,
ત્યાં નવાં જ શબ્દોની ઓળખાણ તો આપો.

છે મિજાજમાં આજે ઝૂમતાં હવે કાગળ,
ફેરવી રહ્યા કરમાં એ પહાણ તો આપો.

આપની નજર વીંધે વેણ શબ્દ થ્યા ઘાયલ,
થાય કોઇ રચના શરુ પણ ક્હાણ તો આપો.

-શીતલ ગઢવી"શગ"

No comments:

Post a Comment