છ છ કલાક સ્કુલ ને ત્રણ ત્રણ કલાક ટ્યુસન , તો ય આ નોટ તારી કોરી ,
Say Sorry ! My Son, Say Sorry !
ઘસી ઘસી ખવડાવી બદામ , વળી માથે તે ચોપડ્યું ઘી ,
યાદદાસ્ત માતે તે શંખપુશ્પી ની કંઇ બાટલી પેટ માં ભરી ,
કેમ પણ કરી તને યાદ ના રહેતું લેશન , યાદ રાખે તુ સિરિયલ ની સ્ટોરી ,
Say Sorry ! My Son, Say Sorry !
ટીચર તો ટોકે છે, મમ્મી તો રોકે છે, બોલે નહીં પપ્પા બે ઠોકે ,
કોઇ જો પુછે કે ચાલે છે કેમ? ત્યારે અમથું બોલાય જાય ઓકે !
મુડલેસ રહે તે મુંજી ગણાતું બાળ , મુડ માં રહે તે ટપોરી ,
Say Sorry ! My Son, Say Sorry !
પંખી તો બચ્ચાં ને ઊડતાં શીખવે અને માણસ બચ્ચાં ને આપે પીંજરું ,
મમ્મી તો મોર ની પ્રેકટિશ કરાવે, થાય બાળક ને ટહુકા ઓ ચીતરું ,
મમ્મી ક્યાં જાણે કે કોરી નોટબુક માં બાળ લાવ્યું છે આખું આભ દોરી ,
Say Sorry ! My Son, Say Sorry !
- ડૉ. રઈશ મણીયાર
Sunday, 18 December 2016
गीत
Labels:
डॉ रईस मणियार
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment