Sunday, 18 December 2016

गीत

આજુબાજુ લાગણીઓ હો
વચ્ચે તારી મુર્તિ
મારી આંખો એટલું જોવા
રાત ને દિવસ ઝૂરતી

વ્હાલને કાંઠે સાવ એકલું, મંદિર મારું સૂનું
સાંજને આરતીટાણે, આંખથી કંઈક ઝરતું ઊનું
તારા સ્મિતની એક પાંખડી
મારા માટે પૂરતી

પગરવને ઘંટારવ ક્યારે, મધુર થઈને ગુંજે
શ્વાસ મારો રાધા જાણ્, શ્યામને શોધે કુંજે
તારી આંખે જોવી મારે
જીવનની ખૂબસૂરતી..

-- મુકેશ જોષી

No comments:

Post a Comment