.
-: ગઝલ :-
*એક ઝાડની મનો વ્યથા*
.
તમે સો ઝાડ કાપીને ઇમારત એક વાવી છે,
અમારી શું જરૂરત છે? તમે આજે બતાવી છે.
.
નહીં મીઠો થશે કલરવ નહીં ટહુકા થશે મીઠા,
કહોછો તોય આજે સૌ ઘણી સારી બનાવી છે.
.
હતા પંખીના કલરવ ને ટહુકા મોર કરતા તાં,
અમારા છાંયડે ઝુલતા એ વાતો ને ભુલાવી છે
.
હતું સુંદર મજાનું વન, રહેતા પ્રેમ થી જ્યાં સૌ,
તમે વિકાસ કરવા ત્યાં નવી દુનિયા વસાવી છે.
.
કપાઈ એક દિવસ કામ સૌને હુંય પણ આવીશ,
મેં મારી માણસાઈ "મિત્ર" એ રીતે નિભાવી છે.
.
રાકેશ રાઠોડ "મિત્ર"
Sunday, 18 December 2016
गझल
Labels:
राकेश राठोड
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment