Sunday, 18 December 2016

गझल

લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા.

##ના ને?##

ન તારા વગર હું ; મારા વગર શું હોય તું ? ના ને !
કહું જો આવ ,તું ના  આવે  બને એવું ય શું ? ના ને!

મને દીધેલ  તારા એ વચન તો યાદ છે ? બોલો!
હવે એમાં નથી ને ઝાંઝવા જેવું કશું? ના ને!

વહે છે આ નદી પ્રીતે ભરેલી ને છતાં પ્યાસે,
કિનારે તો થશે શું મૃત્યુ; આજે પ્રેમનું? ના ને!

અમારા તો સવાલો તું ; જવાબો પણ હવે છે તું ,
કહે ને ! શું છતાં અસ્તિત્વ ના મારું જ તું ? ના ને!

ભલે તું ભૂલશે મારી બધી યાદો સદા માટે.
જરા કે તો ! રહીશ છતા દિલે થી અલગ હૂં? ના ને!

-સંદીપ ભાટીયા

No comments:

Post a Comment