Saturday, 17 December 2016

ગઝલ

ગઝલ
પ્રેમની આજ વાત કરવી છે.
એક સમજુ બબાલ કરવી છે.

આજ વરસો પછી હું આવ્યો છું,
ગામમાં એક રાત કરવી છે.

ધાટ મારી મરજી મુજબ ઘડવા
ભીની માટી શી જાત કરવી છે.

હું રુદન, હાસ્ય જેટલાં જ કરું
એમ સરભર પુરાંત કરવી છે.

રુક્ષ કાંટાની એક ઈચ્છા છે
એક વખત તો સુવાસ કરવી છે.
== મંથન ડીસાકર (સુરત)

No comments:

Post a Comment