Saturday, 17 December 2016

ગઝલ

ગઝલ

પૂર્વમાં એક મશાલ સળગે છે ;
આખું આકાશ લાલ સળગે છે.

વૃક્ષ નામે તમાલ સળગે છે ;
છાંયડાનું વહાલ સળગે છે.

ઊનાં આંસુ મેં એમ લૂછી લીધાં ;
ફૂલ જેવો રૂમાલ સળગે છે.

મારા હોઠે ચણોઠીના તણખા ;
તારા હોઠે ગુલાબ સળગે છૈ.

શી રીતે હું કે તું મળી શકીએ ?
આપણો અંતરાલ સળગે છે.

સૂર્ય બીડ્યો હતો શું પરબીડિયે ?
તારી ભડભડ ટપાલ સળગે છે !

---------------ભગવતીકુમાર શર્મા

No comments:

Post a Comment