Sunday, 11 December 2016

અછાંદસ

કવિ શ્રી ગિરીનદાદાની પ્રથમ પૂણ્યતિથિઅે અેમની શૈલીમાં લખાયેલું કાવ્ય
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
બધા ઈશ્વર અેક સામટા
ચીસાચીસ કરી મૂકે ત્યારે તું મને બોલાવજે.
તું મને બોલાવજે
જ્યારે બધા પર્વતો , નદીઓ અને સમુદ્રો
હિમ થઈ જાય .
તું વારંવાર જેની ધમકી આપે છે ,
અે પ્રલયને તો મેં પૂરી દીધો છે મારા કોટના ખિસ્સામા.
યુગોથી તેં મજબૂર કર્યા છે
મારા દાદા પરદાદાને તારા ચરણોમાં વંદન કરવા.
જા, નથી ખપતી મને તારા કોઈ સ્વર્ગની લાલચ,
કે નથી મને બીક તારા કોઈ નર્કની.
લે આ ચાંપી દીવાસળી મેં તારા હોવાની વાતને !
તું યુગે-યુગે જન્મ લે કે ન લે,
હું જન્મતો રહીશ હમેંશા
તારા હોવાની વાતનો ઈન્કાર કરવા.
લે ઉઠાવ તારું સુદર્શન અને કરી નાખ
મારો શિરચ્છેદ ,
હમણાં જ....
અત્યારે જ.....
અબઘડી............

-મનસુખ લાખાણી
-જામનગર

No comments:

Post a Comment