Sunday, 11 December 2016

ગઝલ

ગઝલ...

ચકલી સમીપે એ ચકો મલકાય છે,
ને પ્રેમ કેવો જો હવે છલકાય છે.

પૂછે ચકો,'જિંદગી હવે મારી તું છે?',
કારણ ! બધે તેને સદા દેખાય છે.

બેસી વિચારે છે જરા ચકલી ફરી,
ને આ ચકો તેને હવે સમજાય છે.

સાંજે  બનાવે ખીચડી સાથે મળી,
ને તાપમાં તો એકલી સેકાય છે.

પ્રેમી જનો સાથે મળી માળો કરે,
ને છેવટે 'રવિ' એક'દી અથડાય છે.
             - રવિ ડાંગર (મોરબી)

No comments:

Post a Comment