Thursday, 1 December 2016

ગઝલ

મયપરસ્તી

આંખથી આમ પીધો છે,
શબ્દનો  જામ પીધો છે.

રામ કે શ્યામ  માનીને,
મૂકીને મામ પીધો છે.

મેં છલોછલ ભરી પ્યાલી,
એક આયામ પીધો છે.

હોશમાંહે રહી કાયમ
રોજ બેફામ પીધો છે.

જા , કહી દે જગતને તું,
મેં સરેઆમ પીધો છે.

જે નશાનું જ સપનું છે,
ધર્મને ધામ પીધો છે.

મેં દુ:ખીને સુખી જોવાં
ભીડીને હામ પીધો છે.

वो बदल भी गये साकी
પ્રિયને નામ પીધો છે.....

            --અનિલ વાળા.

No comments:

Post a Comment