ભલે,દૂર ચાલી ગયા છો,"સનમ".
હશે, લાગણી તો એ પણ આવશે.
નથી ચાલતી આજ નોટો,ભલે.
બધે ચાલશે એ, ચલણ આવશે.
ગમે તે,કરી લે તું છુટ છે,તને.
મને કામ મારું વલણ આવશે.
ઘડી આખરી આવશે,તે વખત,
તને યાદ,બસ એક જણ આવશે.
છે, જીવન ગઝલ એક અધુરી,"વિપુલ".
હશે શેર છેલ્લો મરણ આવશે.
વિપુલ બોરીસા
No comments:
Post a Comment