Monday, 19 December 2016

ગઝલ

           તરફડી મરતાં ગયા ખરતાં ગયા ખૂટી ગયા
          અંગ પરથી એમ સઘળાં પર્ણકો છૂટી ગયા

           સુજનો શાખા પ્રશાખાઓ બધી ઝૂંટી ગયા
           પંખીઓ માળાં ન ભાળી મસ્તકો કૂટી ગયા

           તેજ દ્રવ્યો ઉપનગરનાં, મૂળમાં ઘૂસી ગયા
           ધૂમ્રનાં ગોટા બચેલો ભેજ પણ ચૂંસી ગયા

          માંડ મળતી નીરની એક સેર અટકાવી ગયા
        આ હુનરનું મુજ પર જ ચોખૂણ લટકાવી ગયા

            રેત લોઢાંનાં મિનારા આભને સુંઘી ગયા
            તારલા ડાળો તજી પારાપિટે ઊંઘી ગયા

           પૂરતી કરવા ખરાઈ છાલ જે છોલી ગયા
       આ શજરમાં જીવ ક્યાં છે એવું પણ બોલી ગયા

           દોસ્ત જૂનાં ટાઢ ને તડકો મોઢે આવી ગયા
           વાયરા ખાલી ખબરદાનીને ખખડાવી ગયા

         જીવો માયાવી વિના ઑક્સિજને જીવી ગયા
          દ્દશ્ય એવું જામતાં આંખો અમે સીવી ગયા

          ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા

                  -- Jignesh Kotadia

No comments:

Post a Comment