Monday, 19 December 2016

ગીત

કાળી ચૌદશ / અનિલ વાળા

કાલી તૂ કલકત્તેવાલી....
તું જ છે માતા, તું મનોહરા,તું જ દરશના તું જ સવાલી..

હ્રીં ફટ્ હ્રીં કહી વિચ્ચમને તું મનસા છે મીઠી,
કાલી કપાલી વિનાશિની હૂંમ તું દુર્ગા મેં દીઠી.

તું જ અસુન્દર મધુમય સુન્દર છે તું જ છલકતી પ્યાલી...

આડ બાંધું હું કાડ બાંધું છું બાંધુ તરિયા તાવ તરન્નુમ,
ભૂત-પલિતા-ડર-ડાકણને વરાધવાવળી સકલ અશુભા ગૂમ.

રૂપ- અરૂપા,જોબનવંતી જોગમાયા તુજ વયણ જાય ના ખાલી...

                   - અનિલ વાળા

No comments:

Post a Comment