Monday, 19 December 2016

गझल

થડ છે મારે,શુષ્ક તો શું ? ઝાડ છું હું, કોઈ શક ?
પાન ના લીલેરુ તો શું ? માડ છું હું, કોઈ શક?

જયાં હતો કલરવ ઘણો આ ડાળ પર મારી કદી,
ગ્યો ઇમારત ટોચ, એની આડ છું હું, કોઇ શક?

એ ઘટા ઘેઘૂર, પક્ષીઓ, ફળો અસબાબ તો,
પાનખરની બીક કેવી? રાડ છું હું,કોઈ શક?

કાપ માનવ ડાળ મારી,પાન મારાં ને ફળો,
મૂળથી મજબૂત, ઈશનો લાડ છું હું, કોઈ શક?

આવશે ક્યારેક પાછાં પાન, ટહુકા, છાંયડા,
શક્ય સઘળું, કુદરતનો પાડ છું હું, કોઈ શક?

માડ.  એટ્લે મંડપ, ઉંચી મેડી વાળું મકાન

પૂર્ણિમા ભટ્ટ "તૃષા"

No comments:

Post a Comment