ગીત...
'સમય ની બલિહારી'
સમય સમય નું કામ ભાઇ આ તો
સમય સમય નું કામ....
એક'દિ અમારો એ હતો જમાનો દોસ્ત,
અમે સૌ કરતા મીઠી વાત જોડા જોડ,
ચારે કોર વસંતી મોહરને પંખી કેરી ગુંજ,
ભાઇ આ તો સમય સમય નું કામ....
કંઇ કેટલા વેઠયા વાવાઝોડા હજાર,
કિન્તુ ના સહીં શક્યા માનવ કેરા ઘા,
થયો એક વ્રજઘાત ને અમે જમીન દોસ,
ભાઇ આ તો સમય સમય નું કામ....
ઉંડી ગયા પંખીને શોધ્યા માળા નવા,
જે માનવ ને દીધી છાયા તેણે ચલાવી કારી,
કાપી કૂંપળને સજાવ્યા ઘર પોતાના,
ભાઇ આ તો સમય સમય નું કામ....
માનતા ના દીવા મુજ જડમાં રોજે કયૉ,
ને આજ મારી જ છાયા આકરી લાગે,
પ્રગતિ કાજે મહેલ ચણવા મુજને દીધી સજા,
ભાઇ આ તો સમય સમય નું કામ....
વડવાયો સંગે ઝૂલાઝુલી થયો મોટો,
આજ મસીઁડીઝ સંગાથે હું લાગું અડખેલો,
કાંપી કૂપી મારી ડાંળખી ને હવા ઘરમાં
લેતો.
ભાઇ આ તો સમય સમય મું કામ....
સમય સમય નું કામ ભાઇ આ તો
સમય સમય નું કામ...
प्रिती भट्ट
No comments:
Post a Comment