Monday, 19 December 2016

ગઝલ

કોમળ થવા ઉગતું, કરણ સંદેશ આપે છે.
કાયમ નથી કૈ પણ, મરણ સંદેશ આપે છે.

ઘોંઘાટમાં તું ખોજતો મનની નિરવતાને,
થૂવરનુ બાગે અવતરણ સંદેશ આપે છે.

વીત્યા સમય પર માત્ર અશ્રુ સારનારાને,
ચાંદા સુરજનું એ ઘરણ સંદેશ આપે છે.

સતભાવના નાં પાઠ શીખવતું હશે કોઈ!
સૂના વને વ્હેતું ઝરણ સંદેશ આપે છે.

રોજે અહીં પાષાણ પર ખુશ્બુ સુકી ભાળી,
હરિ નામ સાચું ફુલના કણ સંદેશ આપે છે.

-શીતલ ગઢવી (કરણ-કિરણ, ઘરણ-ગ્રહણ)

અભિનવ ગ્રુપના દરેક એડમીનને સમર્પિત

No comments:

Post a Comment