Monday, 19 December 2016

૩ કાવ્યો

(1) ભીંત ખખડાવો તો?
ભીતરની કોઈ યાદ પ્રગટે
વિશ્વાસની તીરાડ પડે
આશાના કિરણમાં ઝાંખપ પડે
ભીંત ખખડાવો તો?
થાય કાન તેના સરવા
વાત બધી રેલાય નક્કામી
એંકાત આખુંયે સળવળે
સાદ પાડેને માણસ પણ થાય બહેરો
ભીંત ખખડાવો તો?
ધ્રુજે ને પછી હુંકાર પણ કરે
દોડીને સામે આવે ભુખ ભાંગવા!
ભીંત ખખડાવો તો?
બારીઓ પણ બોલી ઉઠે અંધારું હટાવો
ને પડદા મલકતા જાણે ઘટના ઘટી કોઈ
મૌનની સપાટી તુટે ચારે ખૂણે ઝણકાર
ભીંત ખખડાવો તો?
હવાના ઝોંકા જાણે ઢીમ થઈ જાય
પ્રેમ નામની વાત પત્થર થઈ જાય
ભીંત ખખડાવો તો?
ધ્રુજે ને પછી હુંકાર પણ કરે
દોડીને સામે આવે ભુખ ભાંગવા!
અડીને પાછું વળવું કા તોડીને આરપાર થઈ જવું....!

- મેહુલ સોની.

ઠોકરો સૌ સાચવીને રાખજો
ખાસ એની ઓળખીને રાખજો

જાત સાથે બસ હવે દોસ્તી કરી
તો હવે ઘા ખોતરીને રાખજો,

આંસુ થી સર્જાશે ખાલીપો સખી
બસ તમે દિલને ભરીને રાખજો

હાથમાં લાગી મહેંદી એમના
ત્યાં કહ્યું,પીયર ભુલીને રાખજો

બોલવાની આદતો ઝાઝી હતી
મૌનને બસ જાળવીને રાખજો.

©મેહુલ સોની

અછાંદસ

જિંદગી એક સફર હોય છે
સુખદુખની અસર હોય છે
લાગણી કોઈની ધારદાર
પ્રેમમાં ક્યાં કસર હોય છે
જૂદાઈ પણ ક્યાંક મળતી
મિલન હેત વગર હોય છે
દોડ એ હાંફતા હરણ માફક
ચાલ એવી પરત હોય છે
મલ્હાર મજા હોય ત્યાં સુધી
મન જેનું પગભર હોય છે.

- મેહુલ સોની

No comments:

Post a Comment