છાયડો વેચવાનું ગીત
ગામ વચ્ચે ઉગેલા એક પવિત્ર ઝાડની શુભ ચોઘડિયે ઉગેલી ડાળખીને
વેચવા નીકળ્યો છે આખા એ ગામનો અંદરથી અણમાનીતો કાગડો... ડાળ લ્યો
ચૌદેક વરસ પેલા ભાભાએ હકાવી ગામમાં વખણાયેલી ચાની રેંકડી
એના છોકરોય ભાભો થયો અહી, રોજ કુણી વેચતો’તો કાકડી
આ ડાળખી તો સાક્ષી છે કેટલાય ટહુકાની જે સાચવીને બેઠો છે વગડો... ડાળ લ્યો
બાજુની ડાળખીનું ક્યારનુય બની ગયું છે મજાનું એક પોડિયમ
જ્યાં ઊભા રહીને એક કવીએ ગયું છે ગીત ને ઝુલાવ્યું ઓડીટોરીયમ
આ એજ ડાળ છે જેને ઝૂલીને મોટો થયો છે પેલો ભગલો... ડાળ લ્યો
== મંથન ડીસાકર (સુરત)
No comments:
Post a Comment