Saturday, 24 December 2016

गझल

ઘોર અંધારુ  થયું, સારું  થયું, *
ડૂબતા  એ સૂર્ય નો, પૂરો  સમય.

એ ઘુવડ  જોયા  કરે કાળાં સ્મરણ,
દિવસે એ શું કરે?   પૂરો  સમય.

આવ તું, આ ચાંદનીના  માંડવે,
મન સવારે  ઝૂરશે,  પૂરો સમય.

શબ્દ  હોઠે  આવતા પણ મૌન થઇ,
છે  અધીરા  કાન  આ, પૂરો સમય.

બાળકો  ખીલે  ખુલે  ચોગાનમાં,
ઘંટ,   સોટી, દફ્તરે , પૂરો સમય.

ગોઠવેલા બૉમ્બ જેવી જિંદગી,
થાય ભણકારા  સતત, પૂરો સમય.

રાત થોડી વેશ ઝાઝા તખ્ત પર,
આખરી  એ દ્રશ્ય છે, પૂરો સમય.

રોજ સંકેલે  બધી  માયા  છતાં,
શું ખબર , ક્યારે  થશે  પૂરો સમય.

એક સન્નાટો  પ્રવેશે  આંખમાં,
પાંપણે  ડૂમા વહે,  પૂરો સમય.
                               -ભાર્ગવી  પંડ્યા

No comments:

Post a Comment