જીવનના દાખલા ગણ : શૌર્ય.
વર્ષોના વાણાં વીત્યા , જણ જેવો થયો જણ,
ચાર દીવાલો અને થોથા હજુ કરે ભણ ભણ,
મૂંગા પશુઓને જોઈ ધ્યાનથી ,શીખ કઈક
અને જા , જીવનના દાખલા ગણ ..........
ચોમાસા પહેલા નાના નાના કીડી મંકોડા,
વિપત હાટુ કરે ભેગા મજાના એવા કણ,
આ જોઈ શીખ કઈક, અને જા , જીવનના દાખલા ગણ ..........
આકાશે ઉડતા નાના મોટા પેલા પારેવડાં,
આમ તેમ ભટકી જાતે ચણીલે મજાનું ચણ,
આ જોઈ શીખ કઈક, અને જા , જીવનના દાખલા ગણ ..........
જોને ઓલ્યો જાડો પાડો મોટો ગજરાજ,
પેટ હાટુ ઉઠાવે સુંઢથી વજન મણ મણ,
આ જોઈ શીખ કઈક, અને જા , જીવનના દાખલા ગણ ..........
કોઈ દિ જાણી પેલા પ્રેમી પંખીડાની વાત ?
સારસ વગર સારસી જીવી શકે એક ક્ષણ ?
આ જોઈ શીખ કઈક, અને જા , જીવનના દાખલા ગણ ..........
મજાનીતો પેલી હવેલીની અટપટી રચના,
સુગરીને શીખવે કોઈ? કે આમ માળો વણ,
આ જોઈ શીખ કઈક, અને જા , જીવનના દાખલા ગણ ..........
સાંજ પડે અને પરત ફરતા બધા એકસાથે,
ઓલ્યા હાલ્યા જાય જોઈલે ગાયો કેરા ધણ
આ જોઈ શીખ કઈક, અને જા , જીવનના દાખલા ગણ ..........
ભૂતળના આ બધા મજાના પશુ અને પંખીઓ
આપે મજાનું જ્ઞાન,બસ એ ઉભો પાક તું લણ
આ જોઈ શીખ કઈક, અને જા , જીવનના દાખલા ગણ ..........
શૌર્ય પરમાર.
No comments:
Post a Comment