આજ ના ચિત્ર ઉપરથો કવિતા .
_______________________
માણસની જુવો કેવી પ્રગતિ છે
એમાં વૃક્ષ ની જ અધોગતિ છે
કઠોરતાનાં સૂકા સૂકા જંગલમાં
કોમળતા સાવ બુઠ્ઠી થઇ ઉભી છે
બહુ બોલકણાં વિકાસની મધ્યે
મૌન કુદરત પણ મરીને ઉભી છે
મૌન ચીસ કૂંપણની ચીરે સન્નાટો
માનવતા શર્મથી ઝૂકીને ઉભી છે
વેદના સૂકી કણસે નગર વચાળે
જાણે વલોપાતી કુદરત ઉભી છે
ભલે ને જીતતા દેખાતા આપણે
ભાવિના ગર્ભમાં હાર સામે ઉભી છે
"પરમ" જીવન છોડી કીધી સુવિધા
"પાગલ" અસુવિધા રાહમાં ઉભી છે
ગોરધનભાઈ વેગડ (પરમ પાગલ )
No comments:
Post a Comment