ઈમારતોના રાનમાં સૂકું થયું,
લીલું હતું જે ઝાડવું ઠૂંઠુ થયું.
શોભા હતી કૂંપળ કદી એ ટોચની,
કરમાઈ છે કાયા હવે બૂઠું થયું.
ધર્યો ધરા પર દેહ બીજા કારણે.
શમણુંય રૂપાળું હતું જૂઠું થયું.
થૈ દ્રોપદી ની જાત ઊભાં જગ મહીં,
બારી તણી આંખે નવું દીઠું થયું.
કરશે ઉતારા કોણ અમ છાંયા તળે, ?
માર્યા શરમના ઝાડવું ભોંઠું થયું.
'દાજી'
No comments:
Post a Comment