Thursday, 1 December 2016

ગઝલ

મારી  સનમ

અંતર એનું  જળ જેવું  કૈં.
ભીતર  ભીનું  જળ  જેવું  કૈં

શીતળ  સ્પર્શે  ઊરે  હળવે ,
છલકે ઝીણું  જળ  જેવું  કૈં.

ધડકન   થૈ ધડકે  જે  ધીરે,
અમથું  કૂણું   જળ જેવું  કૈં .

સીંચે હૈયાં  ઘાયલ પર  જે,
આલુ લીલું  જળ  જેવું  કૈં

ખળખળ  વ્હેતું  અંતર  ભીતર,
સુંદર  નમણું  જળ જેવું  કૈં.

આંજી કાજળ રંગે રંગ્યું,
આંખે  શમણું  જળ  જેવું  કૈં.
'દાજી'

No comments:

Post a Comment