Thursday, 8 December 2016

ગઝલ

આવરદાને આરે આવી ઢળતા નઇ,
મનસુબાઓ પાછા વાળે વળતા નઇ.
સુના સુના જીવન ઘેલા લાગો કાં,
અતડા.મનના ભાવો સાથે ભળતા નઇ.

ધુળે  ચડતા  વંટોળો  ના ઘેરામાં,
આંખો.મલતા થાકી હારી વળતા નઇ.

સપના સાચા કરવા જ્યારે ચોહોતો,
માજમ રાતે તારા માફક ખરતા નઇ.

સૌ પર સરખા મમતા ભાવે ભળતારઇ,
સમતા નજરે પગલાં ભરતા ડરતાનઇ.

ઉલ્જન ત્યાગી ગુંજન કરવા ઝંખે મન,
અડચણ નશ્તર મારે તોયે ગણતાનઇ.

ગાતા ઝરણા કલ કલ તાલે વ્હેતા જઇ,
મીઠા નાદે સરતા માસૂમ થમતાનઇ.

                માસૂમ મોડાસવી

No comments:

Post a Comment