ધરાવાસી જરા તું બે ઘડી ભગવાન થઈ તો જો.
કદી સમદર, કદી નૈયા, કદી તોફાન થઈ તો જો.
ભરોસાની અહીં સાકળ લગાવી સૌ જીવે છે તો,
સૂતેલા સેંકડો લોકો તણો દરવાન થઈ તો જો.
નમે છે સૌ ઝૂકી કાયમ અને માગે ઘણું ઝાઝૂ.
ઘણાં આઘાતને બાળી કદી લોબાન થઈ તો જો.
સમજના સોગઠા ઉપર જીવનનો દાવ લાગે છે,
જૂઠા સાચાના વળગણ થી જરા હેરાન થઇ તો જો.
ઘણી આશા , ઘણી તૃષ્ણા લઈ રિઝાવે છે પોકળ,
અરે, તારા બનાવે ત્યાં જ તું વેરાન થઈ તો જો....
પારુલ બારોટ.
No comments:
Post a Comment