Thursday, 8 December 2016

ગઝલ

એક ચાખું ત્યાં જ બીજા સો જડે.
બોર એના એ જ મીઠા ક્યાં મળે?

રામ બેઠા પાંપણોને પાથરી,
કો'ક શબરી આંગણે આવી ચડે.

હાથમાં લીધું ફરી ગાંડીવને,
એ સતી સીતા હવે પાછી વળે.

વીંધવા તૈયાર છે નરનો અહમ,
ક્યાં હવે એ ભક્ત રાવણ થૈ રડે.

શોધતાં પર્યાય ચાકર શબ્દનો,
કેસરીનંદન સમી "શગ" જ્યાં બળે!

-શીતલ ગઢવી"શગ"

No comments:

Post a Comment