Thursday, 8 December 2016

ગજલ

તમારી પ્રેમની ગાથા, મને જીવવા નથી દેતી,
વીતેલી એ સમયધારા, મને જીવવા નથી દેતી,

મુલાકાતો હતી જે ત્યાં, નદીનો ઘાટ તાજો છે,
નથી કૈં ત્યાં હવે બસ તો, તમારી એ જ યાદો છે,
તમારી એ જ યાદો તો, મને જીવવા નથી દેતી,
વીતેલી એ સમયધારા, મને જીવવા નથી દેતી,
                            તમારી પ્રેમની ગાથા.....

નજર હું જ્યાં કરું છું ત્યાં, તમારો એ જ ચ્હેરો છે,
રહું હું ક્યાંયનો આજે, હવે ખ્વાબો જ પ્હેરો છે,
ગુજરતી રાત ખ્વાબોની, મને જીવવા નથી દેતી,
વીતેલી એ સમયધારા, મને જીવવા નથી દેતી,
                            તમારી પ્રેમની ગાથા.....

લખી જો હોય કુદરતની, ભલે આ જિંદગી મારી,
સમાવીને હૃદયમાં હું, કરું છું બંદગી તારી,
તમારી બંદગી આજે, મને જીવવા નથી દેતી,
વીતેલી એ સમયધારા, મને જીવવા નથી દેતી,
                            તમારી પ્રેમની ગાથા.....

તમારી પ્રેમની ગાથા, મને જીવવા નથી દેતી,
વીતેલી એ સમયધારા, મને જીવવા નથી દેતી.

- ભાવિન દેસાઈ 'અકલ્પિત'

No comments:

Post a Comment