Thursday, 8 December 2016

ગઝલ

*સમજદારી તું મારી સામટી લઇ લે,*
*હું શાયર છું દિવાનો તું બનાવી દે.*

*છે કોઈ મુંઝવણ તારા ચહેરા પર,*
*હું સામે છુ ખુલા દિલથી  જણાવી દે.*

*કરે છે ડોળ સુંદરતાનો દર્પણ જોઇ,*
*લે કંકર મારી, સચ્ચાઈ બતાવી દે.*

*મહોબતના બજારે જીદ છે એની,*
*ભલે તૂટયું તો તૂટયું  દિલ અપાવી દે.*

*ફનાગીરી જ મારી આખરી મંઝિલ,*
*પતંગો છું મને દિપક જલાવી દે.*
*-શિવમ રાજપુત*

No comments:

Post a Comment