Sunday, 11 December 2016

ગઝલ

મેં મારામાં મુજને એવોતો ગુંચવ્યો છે,
ના હાથમાં કઇ મારા ; તોય જગને જોયુ છે.

મારા હાથની લકીરો તો ભૂંસાઈ ગઈ,
આ હાથોને મેં તો ઝાંઝવામાં ધોયા છે.

મેં મારામાં મુજને એવોતો ગુંચવ્યો છે,
ના હાથમાં કઇ મારા ; તોય જગને જોયુ છે.

તે કાજળના રૂપે; આંખોએ
આંજ્યો છે,
મેં તારી આંખોમાં મુજને તો જોયો છે,
તારા પ્રેમને હું તો તરછોડી ચુક્યો છું,
તારી આખોથી હું આંસુ સંગ ટપકું છું,

મેં મારામાં મુજને એવોતો ગુંચવ્યો છે,
ના હાથમાં કઇ મારા ; તોય જગને જોયુ છે.

મુજ પર બેવફાનો આળ ના નાખીશ તું ,
મારી મજબુરીનું તો રહસ્ય મોટું છે,

મેં મારામાં મુજને એવોતો ગુંચવ્યો છે,
ના હાથમાં કઇ મારા ; તોય જગને જોયુ છે.

-સંદીપ ભાટીયા

No comments:

Post a Comment