સુખને દુઃખના તાસમાં જીવું છું હું;
રાત દિન અભ્યાસમાં જીવું છું હું.
મેજ,ખુરશી,બારી,દરવાજા બધે;
ઝાડના ઉચ્છવાસમાં જીવું છું હું.
જિંદગીના સૂર જ્યાં વાગે નહીં;
એક એવા 'વાંસ'માં જીવું છું હું.
ઢોળી દઉં છું લાગણીઓ આંખથી;
આમ ખાલી ગ્લાસમાં જીવું છું હું.
ટુકડે ટુકડે વધે છે વય અહીં;
રોજ એવા શ્વાસમાં જીવું છું હું !!
રવિ દવે 'પ્રત્યક્ષ'
No comments:
Post a Comment