Friday, 16 December 2016

ગઝલ

તારીખ:15/12/2016

ફરિયાદ આપની છે અમે આવતાં નથી
આવું છું ત્યારે આપ કશું બોલતાં નથી

સાકાર હું જ છું ને નિરાકાર હું જ છું
શાને હૃદયપટલ તમે તો ખોલતાં નથી

વિષધારી છું ને ડંખવુ મારો સ્વભાવ છે
માનવ ની જેમ ઝેર અમે ઓકતા નથી

જો ચાહતા નથી મળે ઉપનામ કાગ નું
શબ્દો મહીં મીઠાશ હજું ઘોળતા નથી

જોવું બધું જ હોય છે મનગમતુ આપણે
પણ સાચ નો કદી સુરમો આંજતા નથી

પરિણામ છે નઠારૂ બધી હોંશિયારી નું
આંતરડી કોઇ ની કદી જો ઠારતા નથી

ખપ લાગવુ તમામ ને "પાગલ" મિજાજ છે
યશ,નામના કે કિર્તી કેરાં ઓરતાં નથી

              મુકેશ જોગી "પાગલ"

No comments:

Post a Comment