ખુદને હરાવવાનો હતો જેનો કારસો,
એનો શિખર ઉપર જુઓ ફરકે છે વાવટો.
છૂટા પડી ગયા છતાં લડતા રહ્યા સતત,
છોડી શક્યા નહીં જે ખુમારીનો વારસો.
થોડું જો લીક થાય તો રુંધાય છે શ્વસન,
અફવા ભરેલ આખ્ખો એ ફાટ્યો છે બાટલો.
સાબિત થતું રહે છે કે જૂઠી છે વાત આ,
'તોળે છે ન્યાય સરખો અહીં સૌને કાયદો.'
શ્રદ્ધા હશે નહીં,તો જરૂરત નહીં પડે,
શ્રદ્ધા હશે તો સાચવી લેવાનો શામળો.
-જિગર ફરાદીવાલા
No comments:
Post a Comment