Friday, 16 December 2016

अछांदस

પ્રકૃતિના છે
મારે પારણા
લીલી ચાદરઓઢી
લઉ હું
ધરતીના ઓવારણાં
આવીને ઊભો ઈશ
ઝૂલાવે ઝૂલા
જો મને લાડમાં
ગગનથી વરસે વાદળી
ચૂંદડી મારી
ભીંજવે શ્યામળા
લાગલગાટ તારો
આ વ્હાલ......
કેમ જીરવુ?!
તારા વિના વ્હાલમાં!
પંપાળી.....
મારી લાગણીઓ
છુપાઈ ગયો કયા?
તું આભમાં
પછી આ જો....
વિરહના આંસુ
કેવા છલકે...
મારી આંખમાં.!

કાજલ કાંજિયા 'ફિઝા'

No comments:

Post a Comment