Sunday, 1 January 2017

ગઝલ

આરામ  કરી  કરી  ને  થાકી ગયો છું......
થાક  ઉતરે  ઍવુ ઍક  કામ શોધુ  છું..........!!

કહે છે સૌ પ્રેમ કેરી ને છલકી ગયો છું...
ભરી  લે  કોઈ ઍવુ ઍક પાત્ર શોધું છું……...!!

દરિયા માં  વસવાટ  છે ને તરસ્યો છું...
છુપે  તરસ ઍવુ  ઍક  ટીપું  શોધું છુ...........!!

ખૂબ ખાઈ ખાઈ ને હવે લાંઘી ગયો છું....
ઉપવાસ  નો  ઍક  ઓડકાર શોધું છુ...........!!

જીતવાની  કોશિશો માં  હારી ગયો છું...
હવે હારીને જિતુ ઍવો ઍક દાવ શોધું છું…...!!

વગર ગુને  અપરાધી  બની  ગયો છું....
ગુનો કરી ને કેદી ની આઝાદી શોધું છું.........!!

ખૂબ  લડી લડી ને હવે  હાંફી ગયો છું....
સ્થપાય શાંતિ ઍવુ છેલ્લૂ યુદ્ધ શોધું છું.........!!

અનુભવો થી ઘડાય  ને પાકી ગયો છું.....
હવે ખરી પડાય ઍવી ભવ્ય ક્ષણ શોધું છું....!!

તમને  કોને કીધુ  કે  હું મરી ગયો છું....?!!
હું તો મર્યા પછી નવુ જીવન શોધુ છું..........!!

"પરમ"ની શરાબ થી  બહેકી ગયો છું....
હોશ લાવે ઍવુ "પાગલ"પન શોધું છું............!!

-ગૉરધનભાઈ વેગડ(પરમપાગલ)

No comments:

Post a Comment