ઉદાસ ચહેરો આજે હસ્તો થઈ ગયો
બે પગલાં ચાલ્યા ત્યાં રસ્તો થઈ ગયો .
ઠેંસ પહોંચાડી મને પછાડી દેતો નીચે
જોઈ મારો હોસલો એ પથ્થર બાજુએ ખસતો થઈ ગયો .
સાપે પણ ખુદખુશી કરવા સુધ્ધાં વિચારી લીધું
જ્યારથી આ માનવ એક બીજાને ડસતો થઈ ગયો .
હો કોઈ પણ સંબંધ થોડાં તીખા મીઠાં ઝઘડાં ચાલ્યા કરે
પણ શાંતીથી સમજીવવાની જગ્યાએ ભસતો થઈ ગયો .
પરત મળે છે એ પણ બેગણુ થઈને
પોતાની જાતને જે બીજા માટે ઘસતો થઈ ગયો .
તો શું થયું કે નથી રહેવા ચાર દિવાલોને ઉપર એક છત
આજે આ ' મુંજ ' દરેકના દિલમાં વસતો થઈ ગયો .
- અક્ષય જોશી
No comments:
Post a Comment