Sunday, 1 January 2017

ગઝલ

નૂતન વર્ષે 
નૂતન  સંકલ્પ  સહ. ....
HAPPY NEW YEAR

વાત કેરાં ના વડાં કરીએ,
ના અલગ કોઈ  તડાં કરીએ.

હામ   હૈયામાં નવી જગાવી
  હારેલાં માણસ  ખડાં કરીએ.

પીવડાવી ઘૂંટ  જિંદગીની,
ઊંઘતાં  બેઠાં  મડાં   કરીએ.

હાથ  તરછોડે  ભલે જમાનો ,
મેળવી અંતર કડાં કરીએ.

ધીખતી અંતરધરા મળે ત્યાં,
હેત  ભર્યાં  સરવડાં કરીએ.

મન તણી મેલી રમત તજીને,
ચાલ !  સુંદર  રમકડાં  કરીએ.
'દાજી'

No comments:

Post a Comment