Sunday, 1 January 2017

ગઝલ

ક્યાં ? : શૌર્ય .
રડ્યા છો તમે , તો હું પણ હસ્યો છુ ક્યાં ?
જુઓ આપ માંહી , હું બીજે વસ્યો છુ ક્યાં ?
આંખોથી લાગણીનો વરસાદ જોયો મેં ,
પરોઢે ઝાકળનો વરસાદ,તમે જોયો છે ક્યાં ?
આમ સાચા થઇ જાવ છો,તમેતો રડીને ,
પણ આવી રીત અનેરી,હું શીખ્યો છુ ક્યાં ?
ગુસ્સો અમાપ અને પછી પ્રેમ મુશળધાર ,
આવી બેવડી રાજનીતિ,હું રમ્યો છુ ક્યાં ?
ગમવા ના ગમવાનું હવે બાજુ પર મૂકી દે ,
ઓલી ભરતીથી દરિયો દુર રહ્યો છે કયાં ?
જોઈ ઉપર કસમ ખાવાની ટેવ છે તમારી ,
હું પણ સાચો છુ , એટલે જ મર્યો છુ ક્યાં ?
રડ્યા છો તમે , તો હું પણ હસ્યો છુ ક્યાં ?
જુઓ આપ માંહી , હું બીજે વસ્યો છુ ક્યાં ?
શૌર્ય પરમાર.

No comments:

Post a Comment