ચાલી રહ્યો છે કોઈ ખળભળાટ મનમાં,
જાણે થઇ ગયો હોઇ કોઈ ઉચાપત જીવનમાં.
એક અજંપાનો નિત્ય થયા કરે અહેસાસ,
કઇ કારણ સમજાય નહી કેમ છે મન ઉદાસ.
ઘણુ મળ્યા પછી પણ છે ખાલીપો જીવનમાં,
પુર્ણતાના આરે આવી અપુર્ણતા લાગે જીવનમાં.
ઝંઝાવાતની જેમ ડોળાઇ રહ્યું છે અસ્તિત્વ,
ચક્રવાતમા ચગડોળે ચડ્યો છે મારો સ્વ.
અનંત પ્રશ્નો ઉભા આંખ કાઢી ડરાવે મુજને,
હોય જાણે કોળીયો કરી જવાને આતુર મુજને.
વમળોમાં ખોવાઈ ન જાય મારી ઓળખાણ,
એવો રહ્યા કરે સતત અંતર મનમાં ઉકળાટ.
રૂહની...........
Tuesday, 24 January 2017
गझल
Labels:
रूहनी
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment