Tuesday, 24 January 2017

गझल

કોના વિરહની મીઠી વેદના આ રાતને આખી રાત રડાવી ગઈ
ને ઝાકળ બની જાત આંસુની ફૂલો ઉપર પ્રેમથી પથરાઈ ગઈ

મેં ફૂલ જોયા ને આજે રૂપના મોહે મારી જાત જ બદલાઈ ગઈ
જુવોને સદીઓથી કાંટાના ગુણની આમજ તો અવગણના થઇ

અધુરી વાસનાઓના ભોગે તો સ્વપ્ન જોવાની શરૂઆત થઇ
ને જુઠા સ્વપ્નની પૂર્તિમાં જૂઠા પંથ ને મંઝીલોની રચના થઇ

તમ ચરણોની ધૂળ થવા મારી કેટ-કેટલી જિંદગી ગુજરી ગઈ
ને અંતે જુવો ભગવાન બનીને પૂજાતા પત્થર ની રચના થઇ

છોડી સર્વ પ્રપંચ આ બંધ નયનોએ "પરમ" મૌન પ્રાર્થના થઇ
બસ ત્યારથીજ આ જાત મારી માણસ મટીને "પાગલ" થઇ ગઈ

ગોરધન ભાઈ વેગડ (પરમ🙏🙏પાગલ)

No comments:

Post a Comment