આંધી સામે પડવા જેવું,
કારણ ક્યાં છે ડરવા જેવું.
મળવાચાલ્યામળવા જેવું,
મનમાં રાખી બદલા જેવું.
તંગી તરસી વેઠી જાણી,
જીવ્યા જાણે વલખા જેવું.
લોકો બાગી બનવા લાગ્યા,
ભીતર લાગે ખતરા જેવું.
વાયુ વેગે ઓલા પડતા,
માથે વાગે પથરા જેવું.
હસતા રમતા સાથે ભણતા,
મિત્રો કરતા નખરા જેવું.
અફરા તરફી નાકે ઝાંપે,
માસૂમ ગોતો બચવા જેવું.
માસૂમ મોડાસવી.
No comments:
Post a Comment