*_ગઝલ_*
*_૨૫ / ૧ / ૨૦૧૭_*
*કવી ભરત ભટ્ટ ના મત્લા પરથી મારી ગઝલ*
એ અધુરો જામ પીવાઈ ગયો.
જીંદગી નો ખેલ સમજાઈ ગયો.
જીંદગી લાગે ઘણી કડવી છતા.
જીંદગી થી હુંય છેત્રાઈ ગયો.
પ્રેમમાં આ બેવફાઈ દાગ છે.
પ્રેમમાં તો હુંય ભરમાઈ ગયો.
દિલ મહી ઇચ્છા હતી અનહદ છતા.
પ્રેમ મા તો હુંય પછતાઈ ગયો.
જીંદગી ને જાણવા ને માણવા.
સાથ એના હુંય વેચાઈ ગયો.
*_હર્ષ . " સાથી "_*
No comments:
Post a Comment