Wednesday, 25 January 2017

ગજલ

એટલોય દૂર હું નહોતો ગયો,
જોઇ મારૂં કફન હુ વલોવાઇ ગયો.   

તારી ગલીથી નીકળી હું ચર્ચાઈ ગયો.
નાની અમથી વાતમાં હું વગોવાઈ ગયો.

જોનાર ને લાગે કે હું જોડાઇ ગયો,
કણ કણ બની હું વિખરાઈ ગયો.

આંગણી આપી તો હુંચગદાઇ ગયો, 
વાતોમાં એમની હું લપેટાઇ ગયો.

હાથમાં હાથ આવતાં હું હરખાઇ ગયો,
એ વાત યાદ આવતાં હું શરમાઇ ગયો .
  
લાખોમાં એક હું દેખાઈ ગયો,
હીરાઓ વચ્ચે હું પરખાઈ  ગયો.

પ્રેમ ના મેદાનમાં હું નહોતો ગયો,
હોળી નારિયેળ જેમ વધેરાઇ ગયો

દિલીપ ઠકકર.

No comments:

Post a Comment