મા મારી સુખદ સંભારણું
અગણિત યાદોથી સજીવન મારુ આંગણું
ઘા મ્હારોને સિસકારો તારો
લાંબી લચક મારી વાતમાં
નાનો તારો હોંકારો
ભર શિયાળે જાણે તાપણું
મા મારી સુખદ સંભારણું
કેરી ઘોળી આપતા મીઠા હાથ
ઓળંગતા રસ્તો કસી જતા હાથ
નાના હ્રદય માં વિશાળ જગત આપણું
મા મારી સુખદ સંભારણું
અમથા સવાલ ના અઘરા જવાબ
વ્હાલ ના કદી કયાં રાખે હિસાબ
અર્થ મમતા નો માં બન્યા પછી જાણું
મા મારી સુખદ સંભારણું...
માના વ્યાસ
No comments:
Post a Comment